અમદાવાદઃ આજે નવા પશ્ચિમ ઝોનની ઓફિસમાં મળેલી બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા અને વેજલપુરના કોર્પોરેટરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી શાસક પક્ષના નેતા અમિત શાહ મુજબ, કોર્પોરેટરોએ રોડ-રસ્તાના કામો ન થતા હોવાની રજૂઆત કરતા મ્યુનિસિપલ કમિશનરે કોર્પોરેટરને સ્ટુપિડ કહી દીધું હતું જ્યારે કોર્પોરેટરોએ કહ્યું કે પ્રજાના પ્રશ્નો લઈને ગયા હોવા છતાં કમિશનર સાંભળતાં નથી 2017થી રોડના કામ સરખા ન થયા હોવાનું કોર્પોરેટર રશ્મિકાંતભાઈએ લિસ્ટ બતાવતા કમિશનર ઉગ્ર બની ગયા હતા તેમજસૂત્રો મુજબ, શાસક પક્ષના નેતા અમિત શાહના નેતૃત્વમાં 22 કોર્પોરેટરોએ સુરેન્દ્ર કાકા સાથે મુલાકાત કરીને તેમને સમગ્ર હકીકતથી વાકેફ કર્યા હતા