સ્ટેજ પર એક મૂરતિયો ને દૂલ્હન બે, પહેલી પત્નીએ જ આપ્યો લગ્નમાં સાથ

2019-12-09 27,868

મધ્ય પ્રદેશના ભિંડમાં થયેલા આ અનોખા લગ્નનો વીડિયો સોશિયલ મીડિયામાં જોરશોરથી શેર થઈ રહ્યો છે સ્ટેજ પર એક મૂરતિયો ને દૂલ્હનો બે જોઈને દરેકને નવાઈ લાગી હતી આ અનોખા લગ્ન રાતોરાત જ ચર્ચામાં આવી ગયા હતા મળતી વિગતો પ્રમાણે બે દૂલ્હનોમાંથી એક તો તેની પહેલી પત્ની જ છે તો સાથે જ બીજી દૂલ્હન પણ સંબંધોમાં તો તેની સાળી થાય છે પૂર્વ સરપંચ એવા દીપક પરિહાર નામના આ વરરાજાની પહેલી પત્ની વીનિતા દેવી ગામની પણ સરપંચ છે હાલ ગુદાવલી ગામના સરપંચ એવા દીપકે નવેમ્બર મહિનાના અંતમાં જ તેમની સાળી રચના સાથે સાત ફેરા લીધા હતા આ લગ્ન ત્રણેયની મરજીથી યોજાયાં હતાંવીનિતા દેવીની તબિયત ખરાબ રહેતી હોવાથી તેમજ ત્રણ સંતાનો હોવાથી તેઓએ આ લગ્ન માટેનો નિર્ણય કર્યો હતો
જો કે, હિન્દુ મેરેજ એક્ટ પ્રમાણે પહેલી પત્ની હયાત હોય તો પતિ બીજા લગ્ન કરી શકતો નથી પણ કહેવાય છે ને કે મિયાં બીબી રાજી તો ક્યા કરે કાઝી બસ એ રીતે પણ હાલ તો આ લગ્નમાં કોઈ અડચણ આવી નહોતી

Videos similaires