વિસ્થાપિતોના સમર્થનમાં 60 હજારથી વધુ લોકો ખુલ્લાં આકાશ નીચે સૂઈ ગયા

2019-12-09 1,511

ન્યુયોર્કનું ટાઈમ્સ સ્ક્વેર કે લંડનનું ટ્રાફલગર સ્ક્વેર કે પછી એડિનબર્ગનું પ્રિન્સ સ્ટ્રીટ ગાર્ડન શનિવારે રાત્રે આ બધા સ્થળોએ એક જેવું જ દૃશ્ય જોવા મળ્યું સેંકડોની સંખ્યામાં લોકો બેડિંગ લઈને અહીં સૂવા પહોંચ્યા હતા ખરેખર આ પહેલ વૈશ્વિક અભિયાન બિગ સ્લિપ આઉટ હેઠળ કરાઈ હતી તેમાં દુનિયાના 50 શહેરો જોડાયા આ કવાયતથી આશરે 350 કરોડ રૂપિયાનું ચેરિટી ફંડ એકઠું કરાયું છે આ બેઘર અને વિસ્થાપિત લોકોની મદદ કરતી સંસ્થાઓને અપાશે લંડનમાં અભિયાન દરમિયાન સંગીત જગતની હસ્તીઓએ પ્રસ્તુતિ આપી ન્યુયોર્કમાં ફિલ્મ સ્ટાર વિલ સ્મિથ પહેલનું સમર્થન કરવા પહોંચ્યા હતા

Videos similaires