સુરતમાં કેમિકલ ફેક્ટરીમાં રાત્રે 3 વાગ્યે લાગેલી ભીષણ આગ પર કાબૂ મેળવાયો

2019-12-09 158

સુરતઃકિમની એક કેમિકલ ફેકટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી રાત્રે 3 વાગ્યા આસપાસ લાગેલી આગના પગલે આસપાસ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આગ પર કાબૂ મેળવવા પાનોલી,કામરેજ સુરત સહિતના આઠેક ફાયર ફાઈટરની મદદથી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો કિમમાં આવેલી સુમિલોન નામની કેમિકલ ફેકટરીના પ્લાન્ટમાં આગ બાદ કર્મચારીઓમાં ભાગદોડ મચી ગઈ હતીબીજા પ્લાન્ટના કર્મચારીઓએ તાત્કાલિક ફાયરને જાણ કરતા પાનોલી, કામરેજ સહિતના 8-9 ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી સવારે આઠ વાગ્યા સુધીમાં આગ કાબૂમાં લેવામાં ફાયરના જવાનો સફળ થયા હતાં પરંતુ ધુમાડો નીકળતો હોવાથી કુલિંગ ચાલુ રાખી મોટી દુઘટનાને અટકાવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો

Videos similaires