વડોદરાઃ નવલખી સામૂહિક દુષ્કર્મ કેસના બંને આરોપીઓને મેડિકલ ટેસ્ટ માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવાયા હતા જ્યાં બંને આરોપીઓના લોહી, વાળ, નખ ને સીમેનના નમૂના લેવામાં આવ્યા હતા નવલખીમાં ગેંગરેપ કરનાર તરસાલીના 2 દુષ્કર્મીઓને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 10 દિવસે ઝડપી પાડ્યા હતા પોલીસે 4 લાખ મોબાઇલના ડેટાની ઝીણવટભરી તપાસ કરતા ફુગ્ગા વેચતા એક દુષ્કર્મીની કડી મળી હતી રવિવારે સાંજે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે નવલખી સામૂહિક દુષ્કર્મ કેસના બંને આરોપીઓને વડોદરા ક્રાઇમ બ્રાંચને સોંપ્યા હતા ત્યારબાદ મોડી રાત્રે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ખાનગી વાહનમાં બંને આરોપીઓને સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા જ્યાં બંનેની મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને જરૂરી નમૂનાઓ લેવામાં આવ્યા હતા