અમરેલી:અમરેલી પંથકમાં દીપડાના હુમલામાં દિવસેને દિવસે વધારો થતો જાય છે ત્યારે બગસરા તાલુકાના લુંઘીયા ગામમાં દીપડો ઘરમાં ઘૂસી ગયો હતો અને 45 વર્ષીય દયાબેન ઉકાભાઇ માળવી નામની મહિલા પર હુમલો કર્યો હતો હુમલાથી દયાબેને બૂમાબૂમ કરી મુકતા ઘરના અન્ય સભ્યો દોડી આવ્યા હતા અને દિપડાની ચુંગાલમાંથી છોડાવ્યા હતા પરંતુ દિપડાએ ગળા અને આંખના ભાગે નહોર મારતા મહિલા લોહીલૂહાણ બની ગઇ હતી બગસરા પંથકમાં 24 કલાકમાં આ દીપડાનો બીજો હુમલો છેમહિલા પર હુમલો થતા જ હોસ્પિટલના બિછાને રહેલી મહિલાના ખબર અંતર પૂછવા વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયા પણ દોડી આવ્યા હતા