PM મોદીએ ઘટનાને આઘાતજનક ગણાવી, કેજરીવાલે મૃતકના પરિવારને 10 લાખ સહાયની જાહેરાત કરી

2019-12-08 1,159

રાણી ઝાંસી રોડ વિસ્તારના અનાજ બજારમાં આવેલી એક ફેક્ટરીમાં આજે વહેલી સવારે ભયાનક આગ લાગી હતી આ ગોઝારી ઘટનામાં 43 લોકોના મોત થયા હતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આગની ઘટનાને ખૂબ જ આઘાતજનક ગણાવી છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સંબંધિત અધિકારીઓને 7 દિવસની અંદર આ ઘટના અંગે તપાસ અહેવાલ રજૂ કરવા આદેશ કર્યો છે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ તપાસના આદેશ આપ્યા છે

સાથે જ મૃતકોના પરિવારને 10-10 લાખ તથા ઈજાગ્રસ્તોને 1-1 લાખની આર્થિક સહાયતા આપવાની જાહેરાત કરી હતી બીજીબાજુ દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીએ મૃતકોના પરિવારજનોને 5-5 લાખ અને ઇજાગ્રસ્તોને 25-25 હજારની આર્થિક સહાયતા આપવાની જાહેરાત કરી હતી

Videos similaires