માનવભક્ષી દિપડાએ મહિલા પર હુમલો કર્યો, પહેલીવાર CCTV કેમેરામાં કેદ થયો

2019-12-08 6,574

અમરેલી:અમરેલી પંથકમાં દિપડાના હુમલામાં દિવસેને દિવસે વધારો થતો જાય છે ત્યારે બગસરા તાલુકાના લુંઘીયા ગામમાં દીપડો ઘરમાં ઘૂસી ગયો હતો અને 45 વર્ષીય દયાબેન ઉકાભાઇ માળવી નામની મહિલા પર હુમલો કર્યો હતો હુમલાથી દયાબેને બૂમાબૂમ કરી મુકતા ઘરના અન્ય સભ્યો દોડી આવ્યા હતા અને દિપડાની ચુંગાલમાંથી છોડાવ્યા હતા પરંતુ દિપડાએ ગળા અને આંખના ભાગે નહોર મારતા મહિલા લોહીલૂહાણ બની ગઇ હતી બગસરા પંથકમાં 24 કલાકમાં આ દિપડાનો બીજો હુમલો છે

Videos similaires