મોદી રેપના આરોપી ભાજપના ધારાસભ્ય પર કંઇ નથી બોલતા - રાહુલ ગાંધી

2019-12-07 1,106

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેમના મતવિસ્તાર વાયનાડના પ્રવાસે છે તેમણે શનિવારે એક કાર્યક્રમમાં કહ્યું કે દેશમાં મહિલાઓથી જોડાયેલા અપરાધો ઝડપથી વધી રહ્યા છે ભારત દુનિયામાં દુષ્કર્મની રાજધાની કહેવાઇ રહ્યું છે બીજા દેશ પૂછી રહ્યા છે આપણે આપણી દીકરીઓ અને બહેનોને સુરક્ષા કેમ નથી આપી શકતા ઉત્તરપ્રદેશના એક ભાજપના ધારાસભ્ય સગીરા સાથે દુષ્કર્મ કરવામાં સામેલ છે પરંતુ પ્રધાનમંત્રી મોદી તેના પર એક શબ્દ નથી બોલતા

રાહુલે કહ્યું કે દેશમાં અલ્પસંખ્યક સમુદાય વિરુદ્ધ હિંસા વધી રહી છે તેમની વિરુદ્ધ નફરત ફેલાવવામાં આવી રહી છે દલિતોને મારવામાં આવી રહ્યા છે, તેમના હાથ કાપવામાં આવી રહ્યા છે આદિવાસીઓ પર અત્યાચાર થઇ રહ્યા છે, તેમની જમીનો છિનવાઇ રહી છે દેશમાં અપરાધ વધી રહ્યો છે આપણે દરરોજ દુષ્કર્મ અને છેડતીના સમાચાર વાંચીએ છીએ

Videos similaires