રાજસ્થાનના ઉદયપુરમાં કાર ખરીદ્યાના ત્રણ જ મહિનામાં તેમાં તકલીફો શરૂ થઈ જવાથી વિશાલ પંચોલી નામનો યુવક ત્રાસી ગયો હતો કારના એન્જીનમાંથી પણ વારંવારધૂમાડા આવતા હોવાની પણ યુવકની ફરિયાદ હતી કંપની તરફથી તેને કસ્ટમર ફર્સ્ટ પોલીસીનો કોઈ જ લાભ ના મળતાં તેણે આ કારને ગધેડા સાથે જોડીને તેનો વરઘોડોકાઢ્યો હતો વિશાલે કાર પર પણ મોટાં બેનર લગાવીને લોકોને આ ગાડી નહીં ખરીદવાની અપીલ કરી હતી આ રીતે ગધેડા સાથે કાર ખેંચી હતી તેનો વીડિયો પણ વાઈરલથયો હતો આખી ઘટના બાદ કંપનીએ પણ તેમનો પક્ષ મૂકતાં જણાવ્યું હતું કે કારમાલિકને સંતોષ થાય તે માટે અમે અમારાથી બનતા બધા જ પ્રયાસો કર્યા હતા તો પણગ્રાહકે કંપનીની કસ્ટમર ફર્સ્ટ પોલીસીનો ગેરલાભ લેવા માટેના જ પ્રયાસો હાથ ધર્યા છે વિશાલ પંચોલીએ એમજી હેક્ટરની જે કાર ખરીદી હતી તેની માર્કેટ કિંમત પણ 20
લાખ રૂપિયા છે