સામાન્ય રીતે તો આખો દેશ સેનાનના જાંબાજ જવાનો માટે કાયમ સોફ્ટ કોર્નર રાખતો જ હોય છે તેમના મનમાં જવાનો અને તેમના પરિવાર માટે સદાય એક સન્માન અનેશ્રધ્ધાનો ભાવ જોવા મળે છે જો કે, સરકાર તરફથી દેશની સશસ્ત્ર સેના માટે સન્માન પ્રદર્શિત કરવા માટે આજે એટલે કે 7 ડિસેમ્બરના દિવસને સશસ્ત્ર સેના ઝંડા દિવસ એટલે કેઆર્મ્ડ ફોર્સ ફ્લેગ ડે તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે એ શહીદો અને તેમના પરિવારને તેમના દેશ માટેના સમર્પણ ભાવ માટે નમન કરવામાં આવે છે
વડાપ્રધાન નરેદ્ર મોદીએ પણ આર્મ્ડ ફોર્સ ફ્લેગ ડે નિમિત્તે વીડિયો શેર કરીને દેશના જવાનોનો આભાર માન્યો છે પીએમે ટ્વિટર પર આ વીડિયો શેર કરીને લખ્યું છે કે, સેનાઅને તેમના પરિવારોના અદમ્ય સાહસને સલામ કરીએ છીએ