ગોંડલ/ભાવનગર: ડુંગળીના વધતા ભાવને લઇને ખેડૂતો ગોંડલ યાર્ડમાં ડુંગળી વંચવા માટે પહોંચી ગયા છે ગતરાતથી વાહનોની સતત આવકને કારણે યાર્ડ બહાર ત્રણ કિમીની લાંબી લાઇન લાગી ગઇ હતી આજે ગોંડલ માર્કેટ યાર્ડમાં એક મણ ડુંગળીના ભાવ 450થી 2011 રૂપિયા સુધી બોલાતા ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે ગોંડલ યાર્ડમાં 110 લાખ ગુણી ડુંગળીની આવક થઇ છે