તુલસીશ્યામ રેન્જના રબારીકા રાઉન્ડમાં રાત્રે હાથબત્તી લઇ યુવાને સિંહની પજવણી કરી, બીજા યુવાને વીડિયો ઉતાર્યો

2019-12-06 1,982

ખાંભા: તુલસીશ્યામ રેન્જમાં રાબારીકા રાઉન્ડ પર સિંહોની માઠી દશા બેઠી હોય તેમ લાગી રહ્યું છે હજુ થોડાં સમય પહેલા જ રાણીગપરાના પાટીયા નજીક એક પુખ્ત વયની સિંહણને વાહને ઠોકર મારતા મોત નીપજ્યું હતું ત્યાં જ આ જ વિસ્તારના એક યુવક હાથબતી લઇ સિંહ પાછળ જઇ પજવણી કરે અને તેનો સાથીદાર મિત્રએ વીડિયો ઉતાર્યો હતો સિંહને પજવણી કરતો આ વીડિયો ઇન્સ્ટાગ્રામ ઉપર વાયરલ થયો છે આ સિંહની પજવણી અંગે આ રાઉન્ડના ફોરેસ્ટર યાસીન જુનેજાને 5 દિવસ પહેલા જાણ કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કાર્યવાહી કરવામાં આવી નથી તેમજ આ ગુનાના આરોપીને તેવો પૂરાવા નાશ કરવાનો સમય આપતા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે આ અંગે વનવિભાગના વડા સીસીએફ વસાવડાને ટેલિફોનિક રજૂઆત કરી પગલાં ભરવા માંગ કરવામાં આવી છે

Videos similaires