હૈદરાબાદના એન્કાઉન્ટરને ગુજરાતની યુવતીઓ-મહિલાઓએ આવકાર્યું

2019-12-06 4,490

અમદાવાદઃ હૈદરાબાદની વેટરનરી ડૉક્ટર યુવતી પર દુષ્કર્મ કર્યા બાદ તેને જીવતી સળગાવી દેનારા ચાર નરાધમોનું ગત રાત્રિએ એન્કાઉન્ટરમાં મોત થયું છે આ ઘટનાના દેશભરમાં પ્રત્યાઘાત પડ્યા છે લગભગ તમામ સ્થળેથી લોકોએ અને ખાસકરીને યુવતીઓ અને મહિલાઓએ હૈદરાબાદ પોલીસના આ એન્કાઉન્ટરને બિરદાવ્યું છે સાથે-સાથે આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે આ રીતે જ ઝડપી કાર્યવાહી થવી જોઈએ તેની માગણી કરી છે DivyaBhaskar દ્વારા પણ રાજ્યના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત શહેરમાં અલગ-અલગ વયજૂથના લોકો સાથે વાત કરીને આ ઘટના વિશે તેમના અભિપ્રાય જાણ્યા હતા તેમની સાથે વાતચીતના મુખ્ય તારણો નીચે મુજબ છે