તેલંગાણાના દુષ્કર્મ કેસના ચારેય આરોપીઓને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર કર્યા છે દેશભરમાંથી ઘટનાની પ્રતિક્રીયા આવી રહી છે માયાવતીએ પણ હૈદરાબાદ પોલીસની કામગીરીને વખાણી છે અને કહ્યું છે કે મહિલાઓ સામેના ગુનાઓ ઉત્તરપ્રદેશમાં વધી રહ્યા છે ત્યારે અહીની પોલીસે અને દિલ્હીની પોલીસે હૈદરાબાદની પોલીસ પાસેથી પ્રેરણા લેવાની જરૂર છે દુર્ભાગ્યએ છે કે અહીં આરોપીઓને મહેમાનની જેમ રાખવામાં આવે છેઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ મીડિયાને કહ્યું કે, ‘દુઃખની વાત તો એ છે કે દિલ્હી અને ઉત્તરપ્રદેશે આરોપીઓને મહેમાનની જેમ સાચવી રાખ્યા છે દિલ્હી પોલીસે આમાંથી શીખ લેવી જોઈએ અને પરિવર્તન લાવવું જોઈએ જે બળાત્કારીઓમાં અને આવી વિકૃત માનસિકતા ધરાવતા લોકોમાં ડર પેદા કરી શકે ’ ઉન્નાવમાં મહિલાને સળગાવવાના મામલામાં માયાવતીએ કહ્યું,‘ઉત્તર પ્રદેશમાં કાયદાનું નહીં જંગલરાજ છે’