જૂનાગઢ: હૈદરાબાદમાં વેટરનરી ડોક્ટર પર ગેંગરેપ બાદ હત્યા, રાજકોટમાં 8 વર્ષની બાળા પર દુષ્કર્મ, સુરત અને વડોદરામાં થયેલા દુષ્કર્મને લઇને જૂનાગઢમાં શાળા-કોલેજની 300થી વધુ વિદ્યાર્થિનીઓ એકત્ર થઇ હતી અને આરોપીઓને ફાંસી આપો તેવા સુત્રોચ્ચાર કર્યા હતા બાદમાં બેનર સાથે વિદ્યાર્થિનીઓએ રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદન પત્ર પાઠવ્યું હતું કલેક્ટર કચેરીમાં પણ વી વોન્ટ જસ્ટીસના નારા લગાવ્યા હતા વિદ્યાર્થિનીઓએ આક્રોશ વ્યક્ત કરી આરોપીઓને ફાંસી આપો તેવી માંગ કરી હતી