રાજકોટમાં બૂટલેગરે પરિવાર અને અન્ય શખ્સો સાથે મળી મહિલાને ધોકા-પાઇપથી માર મારતા મોત

2019-12-05 5,476

રાજકોટ: શહેરના પોપટપરા વિસ્તારમાં ગઇકાલે સાંજે હમીદાબેન નામની મહિલાને બૂટલેગર યાકુબ મુસા મોટાણી, તેની પત્ની અને સાળી સહિત અન્ય શખ્સોએ ધોકા-પાઇપથી માર માર્યો હતો ગંભીર હાલતમાં હમીદાબેનને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી બાદમાં મહિલાના પરિવારજનો દ્વારા પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં માર મારનાર શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી પરંતુ હમીદાબેનનું આજે સવારે મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો છે હાલ મહિલાના મૃતદેહને ફઓરેન્સિક પીએમ માટે ખસેડાવામાં આવ્યો છે પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તેમજ માર માર્યો હતો તે દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે મહિલાને માર શા માટે મારવામાં આવ્યો તે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે

Videos similaires