બિન સચિવાલય પરીક્ષા વિવાદ, 5 હજાર બેરોજગારોનું આંદોલન, રસ્તા પર કડકડતી ઠંડીમાં રાત વિતાવી

2019-12-05 3,586

ગાંધીનગર: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં લાખો ઉમેદવારોએ પરીક્ષા આપી હતી પરંતુ રાજ્યના અનેક પરીક્ષા કેન્દ્રો ઉપર ચોરી થઇ હોવાના આક્ષેપ સાથે બુધવારે ઉમેદવારોએ ગાંધીનગરના કર્મયોગી ભવનમાં સવારથી આંદોલન શરૂ કર્યું હતું રાજ્યભરમાંથી આવેલા 5 હજાર જેટલા ઉમેદવારો રાત પડી ગઈ હોવાછતાં હટવા તૈયાર નથી તેમજ ઠંડી અને પવન વચ્ચે રોડ પર રાત વિતાવી રહ્યા છે માત્ર એટલું જ નહીં, ધાબળા પણ મંગાવ્યા હતા જો કે આ ધાબળા પણ ખુટી પડ્યા હતા તેમાના કેટલાક આંદોલનકારીઓએ યુવતીઓને ધાબળા આપ્યા હતા આમ છતાં આંદોલનકારીઓ હિંમત હાર્યા વિના લડત લડી રહ્યા છે

Videos similaires