મધ્યપ્રદેશના બેતુલનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે આ વીડિયો બેતુલ-નાગપુર હાઈવે પર જઈ રહેલી એક ટ્રકનો છે જેમાં ટ્રક ડ્રાઈવર બેફામ ડ્રાઈવિંગ કરી રહ્યો છે હાઈવે પર જઈ રહેલા વાહનચાલકો પણ સમજી શકતા નથી કે આ શું થઈ રહ્યું છે ટ્રક ડ્રાઈવર ખતરનાક રીતે ઓવરટેક કરી રહ્યો છે અને રોડ પર જાણે ઉત્પાત મચાવી રહ્યો છે વારંવાર આ ટ્રક ડીવાઈડર સાથે પણ અથડાઈ રહી છે ચાર-પાંચ કિલોમીટર સુધી આવું જ ચાલતું રહે છે આખરે થોડે દૂર ટ્રકને રોકવામાં આવે છે અને ડ્રાઈવરને મેથીપાક ચખાડવામાં આવે છે