ટુ-વ્હીલરચાલકો આનંદો! ગુજરાતના શહેરી-અર્ધશહેરી વિસ્તારમાં હવે હેલ્મેટ પહેરવું ફરજિયાત નહીં

2019-12-04 10,209

ગાંધીનગર: વાહનચાલકો માટે અત્યંત આકરા દંડના કડક ટ્રાફિકના નિયમો અમલમાં આવ્યા બાદ એક રાહતરૂપ સમાચાર છે ગુજરાત સરકારે બુધવારે કેબિનેટની બેઠકમાં નિર્ણય લીધો છે કે, હવેથી મહાનગરપાલિકા (મ્યુનિ કોર્પોરેશન) અને નગરપાલિકા તથા મ્યુનિસિપાલિટીની હદમાં આવતા એટલે કે શહેરી-અર્ધશહેરી વિસ્તારોમાં ટુ-વ્હીલરચાલક માટે હેલ્મેટ પહેરવું મરજિયાત કરાશે આમ શહેરી કે અર્ધ-શહેરી વિસ્તારમાં કોઈ પણ ટુ-વ્હીલરચાલક હેલ્મેટ પહેર્યા વિના વાહન ચલાવશે તો તેને ટ્રાફિક પોલીસ દંડ કરી શકશે નહીં અલબત્ત, હાઈવે પર ટુ-વ્હીલરચાલકો માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત રહેશે અને તે નિયમનું પાલન નહીં કરનારને આકરો દંડ પણ કરાશે

Free Traffic Exchange

Videos similaires