જો તમે એનિમિયાથી પીડિત છો તો તેનો અર્થ એ છે કે તમારા શરીરમાં આયર્નની કમી છે. જ્યારે લોહીમાં હિમોગ્લોબિનનું સ્તર સામાન્ય કરતા ખૂબ નીચે આવે છે ત્યારે આવું થાય છે. આ મુખ્યત્વે એનિમિયાનું કારણ છે. હિમોગ્લોબિનમાં આયર્નનું પ્રમાણ જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. એનિમિયા અથવા આયર્નની ઉણપના લક્ષણો ખૂબ સામાન્ય છે. હતાશા, શરીરમાં ધ્રુજારી, ચક્કર આવવું, નબળાઇ અથવા યાદશક્તિમાં ઘટાડો એ પણ લક્ષણો છે.