2024 પહેલા સમગ્ર દેશમાં NRC લાગુ કરીશું: અમિત શાહ

2019-12-03 885

ઝારખંડના ચક્રધરપુર અને બહરાગોડામાં સોમવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ચૂંટણી જનસભામાં કહ્યુ હતું કે જ્યારે હું તમારી પાસે વર્ષ 2024માં મત માગવા માટે આવું તે અગાઉ સમગ્ર ભારતમાં NRC (નેશનલ રજિસ્ટર્ડ ઓફ સિટીજન) લાગુ કરી એક-એક ઘુસણખોરોને બહાર કાઢવાનું કામ ભાજપ કરશે હેમંત અને વિપક્ષનો ઉદ્દેશ ફક્ત સત્તા મેળવવાનો છે, જ્યારે ભાજપ ઝારખંડને વિકાસના માર્ગ પર આગળ લઈ જવા માગે છે ગૃહ પ્રધાન શાહ ચક્રધરપુરમાં પક્ષના પ્રદેશ અધ્યક્ષ અને ભાજપના ઉમેદવાર લક્ષ્મણ ગિલુવા તથા બહરાગોડાથી ભાજપના ઉમેદવાર કુણાલ ષાડંગીના સમર્થનમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા હતા

Videos similaires