અમદાવાદઃ હાલ રાજ્યમાં દિવસેને દિવસે વધી રહેલી દુષ્કર્મની ઘટનાઓને લઈ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે રાજકોટ, વડોદરા અને સુરતમાં બનેલી દુષ્કર્મની ઘટનાઓ બાદ ગૃહ મંત્રાલય સફાળુ જાગ્યું છે આ મામલે આજે ગૃહ રાજ્યમંત્રીએ મીડિયાને જણાવ્યું કે,સરકાર ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા કટિબદ્ધ છે રાજ્ય સરકાર બળાત્કારીને ફાંસી સજાની માગ કરશે તેમજ પીડિતાઓને ન્યાય અપાવવા માટે સરકાર સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂંક કરશે