જેતપુર:જેતપુરના દેવકી ગાલોલ ગામમાં ખેડૂતો દ્વારા જેટકો કંપનીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ઉભા કપાસના પાકમાં વીજ પોલ નાંખવા માટે એક ખેડૂતની જમીનને ખેદાન મેદાન કરતા ખેડૂતોએ વળતરની માંગ કરી હતી પરંતુ વીજ કંપની દ્વારા કોઇ વળતર ન અપાતા કપાસના પાકને નુકસાન પહોંચ્યું છે તે ખેડૂત દંપતીએ કપાસના પાકમાં જ જમીનમાં દટાઇને પ્રતિક સમાધિ લઇ વિરોધ વ્યક્ત કર્યો છે જેમાં માત્ર દંપતીનું મોઢુ જ બહાર દેખાય છે બાકીનો શરીરનો ભાગ જમીનમાં દટાયેલો છે તેમજ અન્ય ખેડૂતો દ્વારા જેટકો કંપની વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા