ટોક્યોમાં સુનામીમાં વિનાશ પામેલા જંગલના લાક્ડાઓમાંથી 5માળનું નવું સ્ટેડિયમ તૈયાર થયું

2019-12-02 303

જાપાનમાં આવતા વર્ષે યોજાનાર ટોક્યો ઓલિમ્પિક ઇવેન્ટ માટે મુખ્ય સ્ટેડિયમ બની ગયું છે આ સ્ટેડિયમમાં 875 લાકડાઓનો ઉપયોગ કરવામા આવ્યો છે તેમાં 2000 ઘન મીટર દેવદારના વૃક્ષના લાકડાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ લાકડાઓને વર્ષ 2011માં આવેલી સુનામીના 47 અસરગ્રસ્ત વિસ્તારમાંથી લાવવામાં આવ્યા છે


સ્ટેડિયમમા લોકો પ્રકૃતિથી જોડાયેલા રહે અને તેમને ગરમી ન લાગે તે માટે દેવદારના લાકડાઓનો ઉપયોગ કરવામા આવ્યો છે સ્ટેડિયમમાં 185 મોટા પંખા અને 8 કૂલિંગ નોઝલ લગાવવમાં આવ્યા છે 60 હજાર લોકોની ક્ષમતા ધરાવતું આ સ્ટેડિયમ આશરે 10 હજાર કરોડ રૂપિયામાં તૈયાર થયું છે આ સ્ટેડિયમને જાપાનના આર્કિટેક કેંગો કુમાએ ડિઝાઇન કર્યું છે