ગોંડલ:ડુંગળીના સારા ભાવ મળતા જ ખેડૂતો પોતાની ડુંગળીનો પાક વેંચવા માટે ગોંડલ માર્કેટ યાર્ડમાં ઉમટી પડ્યા છે ગત રાતથી જ ડુંગળી આવક શરૂ થઇ હતી આજે 80 હજાર ગુણીથી માર્કેટ યાર્ડ ઉભરાય ગયું હતું વધુ પડતી ડુંગળીની આવકથી યાર્ડમાં ડુંગળી ઉતારવાની જગ્યા મળતી નથી એક મણ ડુંગળીના ભાવ 1000થી 1600 સુધી બોલાતા ખેડૂતોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે વધુ પડતી ડુંગળીની આવકથી યાર્ડના સત્તાધીશો દ્વારા આગામી 4થી 5 દિવસ ડુંગળીની આવક બંધ કરવાની ફરજ પડી છે