ભરૂચઃ ભરૂચના ગાંધી બજાર વિસ્તારમાં ખુલ્લી અને ઉંડી ગટરમાં બાઈક સવાર ખાબક્યો હતો જોકે સદનસીબે બાઈક સવારનો આબાદ બચાવ થયો હતો
ખુલ્લી અને ઉંડી ગટરોને કારણે રાહદરીઓ અને વાહન ચાલકોમાં ભય
ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં ગાંધીબજાર આવેલું છે જ્યાં મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા આવતા હોય છે પરંતુ ખુલ્લી અને ઉંડી ગટરોને કારણે રાહદરીઓ અને વાહન ચાલકોમાં હંમેશા ભય જોવા મળે છે, ત્યારે એક બાઈક સવાર કોઇ કામ અર્થે બજારમાં આવ્યો હતો પરંતુ અચાનક કોઈ કારણોસર બાઈક પરથી તેનું સંતુલન ગુમાવતા તેની બાઈક સીધી ઉંડી ગટરમાં ગરકાવ થઈ ગઈ હતી જોકે સદનસીબે બાઈક સવારનો આબાદ બચાવ થયો હતો