ઈસ 1549 અને વિક્રમ સંવત 1605 માગસર સુદ પાંચમના ભુજની સ્થાપના દરબારગઢ મધ્યે માતાજીની દેરીમાં ખીંટી ખોડી કરવામાં આવી પાંચ નાકાની અંદર વસેલું ભુજ આજે કોટની બહાર કિલોમીટરોમાં વિસ્તર્યું છે કચ્છ અર્થક્વેક ઝોન હોતા અને ખાસ કરીને ભુજ, અંજાર અને ભચાઉ સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર છે, ત્યારે આ ત્રણે શહેર છેલ્લા ચાર સદીમાં આવેલા ભૂકંપમાં સૌથી વધુ ક્ષતિગ્રસ્ત થયા છે ભુજમાં 2001 માં આવેલા ભયંકર ભૂકંપમાં શહેરનો કોટ અંદરનો મોટો વિસ્તાર ધરાશાયી થયો, તો એપાર્ટમેન્ટના બાંધકામ યોગ્ય ઈજનેરી કુશળતાના અભાવે જમીનદોસ્ત થયા જોકે, ભુજવાસીઓની ફીનીક્સ પક્ષીની જેમ રાખમાંથી ઉભા થવાની ક્ષમતા અને સરકારી સહકારે શહેર ફરીથી પહેલા હતું તેનાથી બમણું ઉભું થઇ ગયું