થર્મલ પાવર સ્ટેશનના 2 કુલિંગ ટાવરને બ્લાસ્ટ કરી તોડી પડાયા

2019-12-01 17,248

ગાંધીનગર: આજે રવિવારે શહેરમાં આવેલા થર્મલ પાવર સ્ટેશનના યુનિટ એક અને બેના કુલિંગ ટાવર કન્ટ્રોલને બ્લાસ્ટ કરીને તોડી પડાયા હતા કુલિંગ ટાવરને બપોરે 3 વાગ્યા આસપાસ બ્લાસ્ટિંગ ઈમ્પોલઝન ટેક્નિકથી તોડવામાં આવ્યા હતા તંત્રએ બ્લાસ્ટના પગલે નાના પથ્થર 150 મીટરના ઘેરાવમાં ઉડવાની શક્યતાને કારણે લોકોને ઈજા પહોંચવાની શક્યતાજોતા એડવાઈઝરી પણ જારી કરી હતી તકેદારીના ભાગરૂપે રસ્તાઓ બંધ કરી દેવાયા હતા