વિશ્વ માટે મોટો પડકાર બની રહ્યું છે પ્રદૂષણ, જાણો પ્રદૂષણ કેવી રીતે અટકાવી શકાય?

2019-12-01 79

આજે દિવસેને દિવસે વધતું જતું પ્રદૂષણ સમગ્ર વિશ્વ માટે મોટો પડકાર બની ગયો છે આ માટે અનેક દેશ પ્રદૂષણ અટકાવવાની દિશામાં કામ કરી રહ્યા છે પણ, તે છતાં પ્રદૂષણના સ્તરમાં નહિવત ઘટાડો થઈ રહ્યો છે ત્યારે વધતાં જતાં પ્રદૂષણને અટકાવા, તેનાં નિયંત્રણ અને વ્યવસ્થા કરવા માટે લોકોમાં જાગૃતિ લાવવા 2 ડિસેમ્બરે ભારતમાં રાષ્ટ્રીય પ્રદૂષણ દિવસ મનાવવામાં આવે છે તમને જણાવીએ કે કેમ 2 ડિસેમ્બરે જ રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ તરીકે મનાવવામાં આવે છે તો ભોપાલમાં 1984માં 2 અને 3 ડિસેમ્બરની રાત્રે ભોપાલ શહેરમાં આવેલી અમેરિકન કંપની યુનિયન કાર્બાઇડમાં માઇક નામે ઓળખાતા મિથાઇલ આઇસોસાઇનાઇટ નામના ઝેરી ગેસના ગળતરને કારણે આશરે વીસ હજાર કરતાં વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં આખી દુનિયામાં આ સૌથી મોટી ઔદ્યોગિક પ્રદૂષણ દુર્ઘટના ગણાય છે ભવિષ્યમાં આ પ્રકારની આપત્તિ ન થાય એ માટે એનો ઉકેલ શોધવાની જરૂર ઊભી થઈ હતી ત્યારે જાણી લો કે આપણે કેવી રીતેપ્રદૂષણ અટકાવી શકાય?

Videos similaires