પાટડી પાસે અકસ્માતમાં કચ્છના બે તલાટીના કમકમાટીભર્યા મોત, પ્રસંગમાં જતા કાળ ભરખી ગયો

2019-11-30 1,862

સુરેન્દ્રનગર-કચ્છ:પાટડી પાસે કાર અકસ્માતમાં કચ્છના બે તલાટીના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે મળતી માહિતી પ્રમાણે કચ્છમાં તલાટી કમ મંત્રી તરીકે નોકરી કરતા બે યુવાનો અને એક શિક્ષક કચ્છથી મારૂતિ કાર લઇને દસાડા મામાના ત્યાં આણુ જવાનું હોઇ પ્રસંગમાં હાજરી આપવા જઇ રહ્યા હતા ત્યારે વડગામ દસાડા વચ્ચે કોયલ માતાના મંદિર પાસે માંતેલા સાંઢની માફક પુરઝડપે જતી મારૂતી કાર રોડ પર બેથી ત્રણ વખત પલ્ટી મારીને રોડ નીચે ઉતરી ગઈ હતી આ ગોઝારા અકસ્માતમાં ગાડીમાં સવાર બંને તલાટી કમ મંત્રીના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા

Videos similaires