વિશ્વાસમત પ્રક્રિયા બંધારણના નિયમો પ્રમાણે થઇ નથી - દેવેન્દ્ર ફડણવીસ

2019-11-30 1,377

મહારાષ્ટ્ર વિધાનસભાનું શનિવારે વિશેષ સત્ર બોલાવામાં આવ્યું છે તેમાં હેડકાઉન્ટ દ્વારા વોટીંગ કરવામાં આવી હતી કાઉન્ટીંગમાં 169 સભ્યોએ સરકારના પક્ષમાં મત આપીને વિશ્વાસમત પસાર કરી દીધો હતો વિરોધમાં એકેય મત ન પડ્યા કારણકે ભાજપે વોકઆઉટ કર્યું હતું ચાર ધારાસભ્ય તટસ્થ રહ્યા હતા જેમાં રાજ ઠાકરેની મનસેના ધારાસભ્ય પણ સામેલ છે તે સિવાય સીપીઆઇ(એમ)ના ધારાસભ્ય પણ તટસ્થ રહ્યા હતા શુક્રવારે એનસીપીના સીનિયર ધારાસભ્ય દિલીપ વાલસે પાટિલની વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે નિમણૂક કરવામાં આવી હતી આ પ્રસંગે ભાજપ તરફથી નારા લગાવવામાં આવ્યા હતા અને વિશ્વાસમત સમયે તેમણે વોકઆઉટ કર્યું હતું ભાજપ તરફથી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે આ પ્રક્રિયા બંધારણના નિયમો પ્રમાણે થઇ નથી કારણ કે ક્યારેય પ્રોટેમ સ્પીકર દ્વારા વિશ્વાસમત કરાવવામાં આવતો નથી