ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકેનું પદ સંભાળી લીધુ ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે આરે કોલોનીમાં મેટ્રો શેડનું કામ અટકાવવામાં આવ્યું છે રાજ્યમાં એક-એક પૈસાનો હિસાબ રાખવામાં આવશે દિલીપ પાટીલની નવા પ્રોટેમ સ્પીકર તરીકે નિમણૂક કરવામાં આવી છે તેમણે શનિવારે વિધાનસભાનું ખાસ સત્ર બોલાવ્યું છે ઉદ્ધવ ઠાકરે આ દિવસે જ વિશ્વાસ મત સાબિત કરે તેવી શક્યતા છે ઉદ્ધવે કહ્યું હતું કે હું પ્રથમ વખત મંત્રાલયમાં ગયો છું જ્યાં મે સચિવો સાથે મુલાકાત કરી હતી અને એક-બીજા વિશે જાણકારી મેળવી હતી મુખ્યમંત્રીએ કહ્યું હતું કે મે અધિકારીઓને આદેશ આપ્યો છે કે કરદાતાઓના નાણાંનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે