રૂ.1 કરોડથી વધુની ઉઘરાણી મામલે રિટાયર્ડ PWDના કર્મચારીએ ફાયરિંગ કર્યું

2019-11-29 2,600

અમદાવાદ:એસજી હાઇવે પર આવેલા સર માઉન્ટ ટાવર ના સાતમા માળે ખાનગી કંપનીની ઓફિસમા આજે બપોરે રિટાયર્ડ PWDના કર્મચારીએ રૂ 1 કરોડથી ઉઘરાણી મામલે વેપારીને ડરાવવા ફાયરિંગ કર્યું હતું આ ઘટનામાં કોઈને જાનહાની થઇ ન હતી સેટેલાઇટ પોલીસે ફાયરિંગ કરનાર નિવૃત કર્મચારીની ધરપકડ કરી છેસર માઉન્ટ ટાવરમાં પ્લાસ્ટિકના ઉત્પાદન સાથે જોડાયેલી કંપનીના માલિક પ્રિતેશ શાહ બપોરે પોતાની ઓફિસમાં બેઠા હતા ત્યારે રૂપિયા એક કરોડથી વધુની ઉઘરાણી મામલે PWDમાંથી નિવૃત્ત થયેલા પ્રકાશ રાવલે તેમને ડરાવવા માટે ઓફિસમાં સાઈડમાં લાયસન્સવાળી ગનથી ફાયરિંગ કર્યું હતું

Videos similaires