નવલખી ગ્રાઉન્ડમાં ફિયાન્સને માર મારીને 14 વર્ષની સગીરા ઉપર 2 શખ્સોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું

2019-11-29 16,180

વડોદરાઃ વડોદરા શહેરના નવલખી ગ્રાઉન્ડમાં 2 નરાધમો 14 વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી છે આ અંગે રાવપુરા પોલીસે પીડિતાના વર્ણનના આધારે બંને શખ્સોના સ્કેચ જાહેર કર્યાં છે અને આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

વડોદરા શહેરના નવલખી ગ્રાઉન્ડમાં ગત રાત્રે 8 વાગ્યાની આસપાસ 14 વર્ષની સગીરા તેના ફિયાન્સ સાથે સાથે ફરવા માટે ગઇ હતી તે દરમિયાન બે અજાણ્યા ઇસમો ત્યાં પહોંચી ગયા હતા અને સગીરા સાથે બેઠેલા ફિયાન્સને માર્યો હતો અને શખ્સો યુવતીને ઝાડીઓમાં લઇ ગયા હતા ફિયાન્સે અંદર જવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અંધારૂ હોવાથી તે અંદર જઇ શક્યો નહોતો જેથી યુવાને બૂમાબુમ કરી મૂકી હતી પરંતુ ત્યાં કોઇ ન હોવાથી તેની મદદે કોઇ આવ્યું નહોતું

Videos similaires