શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગૌતબાયા ભારત પ્રવાસે, તમિલ સમુદાય, હિન્દ મહાસાગર સહિતના મુદ્દે ચર્ચા થશે

2019-11-29 372

શ્રીલંકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ ગૌતબાયા રાજપક્ષે ત્રણ દિવસીય ભારતના પ્રવાસે છે ગૌતબાયા રાજપક્ષેએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી મોદી અને ગૌતબાયા વચ્ચે હૈદરાબાદ હાઉસમાં દ્વિપક્ષીય વાર્તા શરૂ થઈ છે આ દરમિયાન બન્ને નેતા એકબીજાના સહયોગ અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા અંગે જોર આપશે તમિલ સમુદાય, હિન્દ મહાસાગરની સ્થિતી સહિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે આ પહેલા ગૌતબાયાએ વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરી છે તેઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પણ મળશે રાષ્ટ્રપતિ બન્યા બાદ ગૌતબાયાની આ પહેલી વિદેશ યાત્રા છે

Videos similaires