રાજકોટ: વિશ્વભરમાં 1 ડિસેમ્બરના રોજ વિશ્વ એઇડસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેના ભાગરૂપે રાજકોટ સહિત સમગ્ર વિશ્વમાં એઇડ્સ અંગે જનજાગૃતિ ફેલાય તે અંગેના કાર્યક્રમો કરવામાં આવે છે ત્યારે રાજકોટમાં એઈડ્સ પ્રિવેન્સન ક્લબ ઓફ રાજકોટ દ્વારા છેલ્લા દસ વર્ષથી 1 ડિસેમ્બર આસપાસ લોકોમાં એઇડ્સ અંગે જનજાગૃતિ ફેલાઇ તે અંગેના કાર્યક્રમો કરે છે ત્યારે આજ રોજ એઈડ્સ પ્રિવેન્સન ક્લબ ઓફ રાજકોટ દ્વારા શહેરની વિરાણી હાઇસ્કૂલ ખાતે રેડની પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી જે કાર્યક્રમમાં ધોરણ 6થી 9 ના 1400થી પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ તકે મીડિયા સાથેની વાતચીતમાં વિરાણી હાઇસ્કૂલના પ્રિન્સિપાલ હરેન્દ્રસિંહ જણાવ્યું હતું કે વિશ્વમાં અંદાજિત ત્રણ કરોડ જેટલા દર્દીઓ છે જે પૈકી એક કરોડ જેટલા દર્દીઓ માત્ર ભારતમાં છે સાથોસાથ રાજકોટમાં પણ 24 હજાર જેટલા એઇડ્સના દર્દીઓ છે ત્યારે એઇડ્સ અંગે લોકોમાં જનજાગૃતિ ફેલાય તે જરૂરી છે