ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે મુંબઈના ઐતિહાસિક શિવાજી પાર્કમાં નવી સરકારની ભવ્ય શપથ વિધિ યોજાઈ રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ ઉદ્વવને પદ અને ગોપનિયતાના શપથ લેવડાવ્યા ઉદ્વનની સાથે શિવસેના, NCP અને કૉંગ્રેસના 2-2 ધારાસભ્યોએ પણ મંત્રીપદના શપથ લીધા શપથ સમારોહમાં શરદ પવાર, મલ્લિકાર્જુન ખડગે, અહેમદ પટેલ, રાજ ઠાકરે સહિતના દિગ્ગજો હાજર રહ્યા આ ઉપરાંત મુકેશ અને નીતા અંબાણી પણ હાજર રહ્યાનવી સરકાર મહારાષ્ટ્રમાં ખેડૂતોના દેવા માફ કરશે શપથવિધિ પહેલા શિવસેના, NCP અને કૉંગ્રેસે કોમન મિનિમમ પ્રોગ્રામની જાહેરાત કરી જે મુજબ ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે સાથે જ એક રૂપિયામાં સારવાર થશે અને મહિલાઓની સુરક્ષાને પણ પ્રાથમિકતા આપવામાં આવશે આ ઉપરાંત શિક્ષણ અને રોજગારી પર ખાસ ભાર અપાશે