BRTS કોરિડોરમાં ઘુસેલા વાહન ચાલકોને દંડ ફટકારાયા, પોલીસ અને પ્રજા વચ્ચે ઘર્ષણ થયું

2019-11-28 676

અમદાવાદ: શહેરના પાંજરાપોળ પર BRTS બસની અડફેટે બે ભાઈઓના મોત થયા બાદ BRTS કોરિડોરમાં વાહન ચાલવતા ચાલકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ટ્રાફિક પોલીસની અલગ અલગ ટીમો દ્વારા આજ સવારથી ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે સાબરમતી અચેર ચાર રસ્તા પાસે ટ્રાફિક પોલીસે BRTS કોરિડોરમાં વાહન ચલાવતા ચાલકોને ઝડપીને દંડ ફટકાર્યો છે તેમજ ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહીના પગલે અનેક જગ્યાએ પોલીસ અને પ્રજા વચ્ચે ઘર્ષણ થયું હતું વાહનચાલકોએ પોતાના હોદ્દા અને ઉતાવળમાં ભૂલથી ઘુસી ગયા હોવાન બહાના બતાવી દંડથી બચવાનો પ્રયાસ કર્યો હતો જો કે પોલીસે તમામને દંડ ફટકાર્યો હતો

Videos similaires