ઇરાકમાં ઈરાની દૂતાવાસની બહાર હિંસા, 47 પોલીસ જવાન ઘાયલ

2019-11-28 2

ઇરાકી શહેર નજફમાં ઈરાની દૂતાવાસની બહાર સુરક્ષા બળો સાથે પ્રદર્શનકારીઓની હિંસક લડાઈ થઈ છે જેમાં પ્રદર્શનકારીઓ સાથેની હિંસામાં 47 પોલીસ જવાન ઘાયલ થયા છે આ માહિતી નજાફના રાજ્યપાલ લુયે યાસિરીએ ગુરુવારે અલ અરેબિયાને આપી હતી સુરક્ષા દળો અને પ્રદર્શનકારીઓ વચ્ચેના ઘર્ષણને ધ્યાનમાં રાખીને બુધવારે આ વિસ્તારમાં કર્ફ્યુ લગાવાયો હતો ઉલ્લેખનય છે કે, ઈરાક સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું, ત્યારબાદ વિરોધીઓએ ઈરાની કોન્સ્યુલેટને આગ ચાંપી દીધી હતી રાજ્યપાલ લુયે યાસિરીએ કહ્યું, 'અત્યાર સુધી 47 સૈનિકો ઘાયલ થયા છે' તેમણે વધુમાં કહ્યું કે અગ્નિશમન દળના જવાનો હજી આગને કાબૂમાં લેવા રોકાયેલા છે પોલીસને સૂચના આપવામાં આવી છે કે વિરોધીઓને હટાવવા માટે શસ્ત્રોનો ઉપયોગ ન કરવો

Videos similaires