રાજકોટ: મ્યુનિસિપિલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આજે સતત બીજા દિવસે દરોડા પાડવામાં આવ્યા છે બુધવારે શહેરની જાણિતી હોટેલ અને રેસ્ટોરન્ટમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને 66 કિલો જેટલો અખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો આજે આરોગ્યની ટીમે ફરસાણ વેચનારા વેપારીઓ પર દરોડા પાડ્યા હતા અને દાઝીયા તેલમાં પોલાર કાઉન્ટ માપવામાં આવ્યા હતા જેમાં બજરંગ ફરસાણમાં દાઝીયા તેલમાં પોલાર કાઉન્ટ 225 નોંધાયું હતું પોલાર કાઉન્ટ 25 ઉપર ન હોવું જોઇએ