ગાંધીનગર:રાજ્યના ગ્રામ ગૃહનિર્માણ અને પશુપાલન વિભાગના કેબિનેટ મિનિસ્ટર કુંવરજી બાવળિયાના PAએ ટિકટોકની ચર્ચિત ક્લિપને લઈને મંગળવારે સાંજે રાજકોટ શહેર સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરી છે જો કે, DivyaBhaskarની તપાસમાં આ ગીત ઓરિજિનલ હરિયાણી ભાષામાં તાજેતરમાં રીલિઝ કરાયેલું એક ગીત હોવાનું સામે આવ્યું છે ગીતના શબ્દોમાં કેબિનેટ મિનિસ્ટરનું નામ આવે છે પરંતુ તેનો અર્થ અલગ થાય છે ઉપરાંત આ ગીત પર રાજસ્થાન બાજુની કોઈ યુવતી ડાન્સ કરતી દેખાય છે પરંતુ મંત્રી દ્વારા કરાયેલી ફરિયાદમાં જે તસવીર બતાવવામાં આવી છે તેને કોઈએ ગ્રૂપ વીડિયો બનાવીને ઉમેરી છે