મોડાસા ગ્રામ્ય પોલીસની કસ્ટડીમાંથી ફરાર આરોપી પૈકીના એક 7 મહિને ઝડપાયો

2019-11-27 103

મોડાસા: 7 મહિના અગાઉ મોડાસા ગ્રામ્ય પોલીસ સ્ટેશને કાલબેલિયા-જોગી ગેંગના બે તસ્કરોને ઝડપી પડી રિમાન્ડ મેળવતા જેતે સમયે મધ્યરાત્રીએ લોકઅપમાં રહેલા બંને ખૂંખાર શખ્શો લોકઅપના શૌચાલયની જાળી તોડી ફરાર થયા હતા ગૃહ વિભાગ સુધી આ ગંભીર ઘટનાની નોંધ લીધી હતી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ, જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિત 5 ટીમો બનાવી બંને આરોપીઓને ઝડપી પાડવા ધમપછાડા કર્યા હતા છતાં ત્રણ મહિના સુધી હવાતિયાં મારી રહી હોય તેવો ઘાટ સર્જાતા નિષ્ફળ રહી હતી સાબરકાંઠા એલસીબી પોલીસે અગાઉ એક આરોપીને ઝડપ્યાના 7 મહીના પછી અરવલ્લી જિલ્લા એલસીબી પોલીસે બાતમીના આધારે મોડાસાના બાજકોટ નજીકથી બાતમીના આધારે મુકેશ ઉર્ફે કાલુ માંગીલાલ જોગીને ઝડપી પાડી 6 ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી હતી

Videos similaires