છગન ભુજબળે કહ્યું, અજીત પવાર પાર્ટીમાં હતા, છે અને રહેશે

2019-11-27 3,063

મહારાષ્ટ્રના ડેપ્યૂટી સીએમ પદથી રાજીનામું આપ્યા પછી અજીત પવારે બુધવારે પહેલીવાર મીડિયા સામે આવ્યા છે ધારાસભ્ય પદના શપથ લીધા પછી અજીત પવારે કહ્યું કે, હું નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP)માં હતો અને છું શું પાર્ટીએ મને બહાર કાઢ્યો હોય તેવી લેખિતમાં તમારી પાસે કોઈ માહિતી છે? હું પાર્ટીમાં હતો અને છું

અજીત પવારે કહ્યું કે, નવી સરકારમાં મારી ભૂમિકા પાર્ટી નક્કી કરશે તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા પછી મેં ડેપ્યૂટી સીએમ પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો હતો ત્યારપછી મેં મારી પાર્ટીના નેતાઓ સાથે વાત કરી હતી

આ પહેલાં અજીત પવાર મહારાષ્ટ્ર વિધાનસભામાં શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા પૂર્વ ઉપ મુખ્યમંત્રી અજીત પવારે અહીં સ્માઈલ સાથે એન્ટ્રી કરી અને તેમની પીતરાઈ બહેન સુપ્રીયા સુલેને ગળે મળ્યા ત્યારે લોકો ચોંકી ગયા હતા

Videos similaires