સુરતમાં કામે લાગ્યાના આઠ જ દિવસમાં કામવાળીએ ઘરમાંથી 17 લાખના દાગીનાની ચોરી કરી

2019-11-27 2,823

સુરતઃ સિટીલાઈટ વિસ્તારમાં આવેલા અણુવ્રત દ્વારા નજીકની આશિર્વાદ પાર્કમાં આવેલા જી-816 નંબરના મકાનમાંથી 17 લાખના દાગીના અને 10 હજાર રોકડાની ચોરી થઈ હતી પોલીસે ચોરીની ફરિયાદ નોંધી આઠ દિવસ અગાઉ જ કામે લાગેલી કામવાળી મહિલાની શોધખોળ શરૂ કરી છે ઉમરો પોલીસ સ્ટેશનથી મળતી વિગતો અનુસાર ફ્લેટ નંબર જી- 816માં રહેતા અને પ્રોપ્ટી બ્રોકરનું કામ કરતાં શંભુનાથ પ્રહલાદરાય હિંમતસિંગકાના ઘરે ઝાડુ પોતાનું કામ કરવા આવેલ સંગીતા ઉર્ફે ભારતી બબલુ નિશાદ અને તેની બહેન પૂજા ઉર્ફે ટીના રાજુ પાસવાન રહે ભટારમાંથી સંગીતાએ શંભુનાથના દીકરાના બેડરૂમમાં આવેલ લાકડાના ફર્નિચરવાળા કબાટને ચાવીથી ખોલી ડ્રોવરમાં રાખેલ રોકડા 10 હજાર અને 17 લાખના ડાયમંડ અને સોનાના દાગીના સાથે કુલ 17 લાખ 10 હજારની ચોરી કરી હતી

Videos similaires