છત્તીસગઢમાં આવેલા જશપુર જિલ્લાની હોટલમાં અકસ્માતની ઘટના સામે આવતાં જ હોટલના મેનેજમેન્ટની નિષ્ક્રિયતા પર લોકો રોષે ભરાયા હતા હોટલમાં લાગેલાસીસીટીવીમાં આ દુર્ઘટના કેદ થઈ હતી જેમાં જોઈ શકાય છે કે ત્યાં રોકાયેલા આધેડ જ્યારે ત્રીજા માળેથી નીચે જવા માટે લિફ્ટનો ઉપયોગ કરતા હતા ત્યારે લિફટ આવી પણનહોતી ને દરવાજો ખુલી ગયો હતો આધેડે પણ લિફ્ટ આવી ગઈ તેમ સમજીને જેવો તેમાં પગ મૂક્યો કે તરત જ તેઓ નીચેની તરફ ધસી ગયા હતા ત્રીજા માળેથી નીચે પટકાતાંતેમનું મોત થયું હતું લિફ્ટ અકસ્માતના સીસીટીવીના આધારે પોલીસે પણ આ દુર્ઘટના માટે જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવાની તજવીજ પણ હાથ ધરી હતી જો કે,હોટલના મેનેજમેન્ટે જણાવ્યું હતું કે રવિવારે જ તેઓએ મેઈન્ટેન્સ માટે કારીગરને બોલાવ્યો હતો પણ તે નહોતો આવ્યો જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો