નડિયાદ:ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના અંબાવમાં વડતાલ સંચાલિત સ્વામિનારાયણ આશ્રમમાં બનાવટી નોટો છાપવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ થયા બાદ, રાધારમણ સ્વામી અને અન્ય એક ઇસમની રવિવારે વહેલી સવારે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી રાધારમણ સ્વામી ધર્મની આડમાં અનેક ગોરખધંધા કરતો હોવાની પણ ચર્ચા છે સ્વામીને મોડી રાત્રે સુરત પોલીસની ટીમ અંબાવ લઇને આવી હતી અને ગણતરીની કલાકોમાં પરત લઇ ગઇ હતી