ગૃહરાજ્ય મંત્રીનું ચાર BRTS રૂટ પર નિરીક્ષણ, સ્થાનિકોનું વાળીનાથ ચોક પાસે ફૂટ ઓવરબ્રિજ બનાવવા સૂચન

2019-11-26 1,292

અમદાવાદઃગુરૂવારે શહેરના પાંજરાપોળ સર્કલ નજીક બીઆરટીએસની બસે બાઈક ચાલકને અડફેટે લેતા બે ભાઈઓના મોત થયા હતા ત્યાર બાદ સમગ્ર શહેરમાં BRTS બસ સામે રોષ ફાટી નીકળ્યો હતો જેની ગૃહરાજ્યમંત્રીએ ગંભીરતાથી નોંધ લીધી હતી જેને પગલે આજે ગૃહરાજ્ય મંત્રીએ શહેરના અંજલિ ચાર રસ્તા, પાંજરાપોળ, ધરણીધર અને વાળીનાથ ચોક સુધી BRTS રૂટનું પોલીસ કમિશનર આશિષ ભાટિયા, મ્યુનિ કમિશનર વિજયનહેરા અને મેયર બિજલ પટેલ તથા ટ્રાફિક વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે નિરીક્ષણ કર્યું હતું આ દરમિયાન સ્થાનિકોને ગૃહરાજ્ય મંત્રીને વાળીનાથ ચોક પાસે ફૂટ ઓવરબ્રિજ બનાવવા માટેનું સૂચન કરવામાં આવ્યું હતું

Videos similaires