મહારાષ્ટ્રમાં ફ્લોર ટેસ્ટના એક દિવસ પહેલાં જ એક કલાકની અંદર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ઉપ મુખ્યમંત્રી અજીત પવારે રાજીનામું આપી દીધું છે બંનેએ 4 દિવસ પહેલાં શનિવારે સવારે રાજભવનમાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીની હાજરીમાં ગોપનીયતાના શપથ લીધા હતા ફડણવીસે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, તેઓ રાજ્યપાલને રાજીનામું સોંપવા જઈ રહ્યા છે તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રની જનતાએ સૌથી મોટો જનાદેશ ભાજપને આપ્યો છે અમને 70 ટકા અને ભાજપને 40 ટકા સીટો મળી છે તેમણે સોદાબાજી શરૂ કરી દીધી અમે સ્પષ્ટ કહ્યું હતું કે, જે વાત નક્કી નથી થઈ તેની જીદ ન કરશો