પાડોશી દેશ પાકિસ્તાનમાં ટામેટાના ભાવ આસમાને પહોંચી રહ્યા છે વર્ષોથી પાકિસ્તાનમાં ટામેટા નિકાસ કરતા મધ્ય પ્રદેશના ઝાબુઆના ખેડૂતોએ આ વર્ષે ટામેટાને એક્સપોર્ટ કરવાનું માંડી વાળીને ઈમરાન ખાનને એક મેસેજ આપ્યો હતો પેટલાવદના ખેડૂતોએ પાકિસ્તાનને ઓફર આપતાં કહ્યું હતું કે જો તેઓ પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર (પીઓકે) છોડે તો જોઈતા હોય એટલા ટામેટા અમે તેમને આપીશું ભારતીય કિસાન યુનિયન ઝાબુઆ જિલ્લા એકમના પ્રમુખ મહેન્દ્ર હમાદે પણ ઇમરાન ખાનને ટ્વીટ કરીને પોતાનો સંદેશ મોકલ્યો હતો આ ટ્વિટ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ રિટ્વીટ કરવામાં આવ્યું હતું અહીંના ટામેટા પાકિસ્તાનમાં જતાં હતાં, પરંતુ પુલવામા હુમલા બાદ અને વધી રહેલી આતંકી પ્રવૃત્તિઓ પછી અહીંથી ટામેટાં પાકિસ્તાન મોકલવાનું બંધ કરાયું છે ખેડૂતોએ તો દાઉદ અને હાફિઝ સઈદને પણ સોંપવા માગ કરી હતી